નીકળો છું હૂં લીલાછમ ભીનાશની શોધમાં,
થોડો પ્રેમ તો થોડી હૂફની શોધમાં.
જ્યાં મોકળાશથી રડી શકાય,
એવા વાત્સલ્ય ભર્યા ખોળાની શોધમાં.
હૃદય થી જેના વેહ્તું હોય પવિત્ર પ્રેમ નું ઝરણું,
નીકળો છું હૂં એવા એક માનવની શોધમાં.
પ્રણયનો ઢોંગ જ્યાં ના હોય,
એવા એક જગતની શોધમાં.
વિખરાઈ ના જાયે મારી આશાઓનો માળો
નીકળો છું હું એવા ઘટાદાર વૃક્ષ ની શોધમાં
આ ઉદાસીભર્યા નિત્યક્રમ થી થાકી ને
નીકળો છે આજે 'નિર્જીવ' જીવન ની શોધમાં
-નિર્જીવ