Thursday, December 16, 2010

સંઘર્ષ - એક ગઝલ

જીવન અને સંઘર્ષ વચ્ચેનો તફાવત ઓછો થતો જાય છે,
સ્યાહીથી લખેલી તકદીર પણ હવે ભુસાતી જાય છે.

ખડક્યા છે મંઝીલની રાહોમાં અનેક ખડકો,
કે નથી ખબર પડતી કે વાટ ક્યારે ફંટાઈ જાય છે.

પેહલી કિરણ થી છેલ્લી કિરણ સુધી બસ ચાલ્યાજ કરું છું,
ઢળે છે સુરજ પણ રોજ આસરો ક્યાં દેખાય છે.

આ મુસાફરીમાં મળે છે કંઈક અવનવા ચહેરાઓ,
જ્યાં લાગ્યું કોઈ પોતાનું ત્યાં તો નકાબ પણ બદલાઈ જાય છે.

મૃગજળ પાછળ ઘણીયે દોટ મૂકી છે મેં 'નિર્જીવ',
પણ એને પામીને પણ મારો સંઘર્ષ ક્યાં ઓછો થાય છે .

-નિર્જીવ

No comments:

Post a Comment